વાંકાનેરના સરતાનપર રોડ ઉપર હિટ એન્ડ રન

- text


અજાણ્યો ડમ્પર ચાલક સાયકલ સવારને કચડી નાસી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – માટેલ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યો ડમ્પર ચાલક સાયકલ સવારને કચડીને નાસી જતા સાયકલ સવારનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર – માટેલ રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા દીપસિંગ રામસિંગ ભુરિયા મધ્યપ્રદેશ વાળાને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના સગા મનુભાઈ રૂપાભાઈ ડામોરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text