મોરબી -માળીયા બેઠકમાં પ્રથમ દિવસે 10 ફોર્મ ઉપડ્યા, વાંકાનેરમાં એક 

- text


ટંકારામાં પહેલા દિવસે એકપણ ફોર્મ ન ઊપડ્યું : મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર ન થયા હોવા છતાં મહેશ રાજ્યગુરૂએ ઉમેદવારીપત્ર ઉપાડતા આશ્ચર્ય

મોરબી : આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાનું અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આજે કુલ મળી કોંગ્રેસ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ કુલ 11 ફોર્મ ઉપડ્યા હતા.

- text

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજેથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરુ થતા જ મોરબી -માળીયા બેઠક માટે કુલ દસ ફોર્મ ઉપડ્યા હતા જેમાં આદમી પાર્ટીના પંકજ રાણસરીયા, રાજેશ પટેલ, બસપાના કિશોરભાઈ વણોલ, સદાબહાર અપક્ષ ઉમેદવાર વિવેક મીરાણી, સિરાજ પોપટિયા, રામજીભાઈ મજેઠીયા, સાવન પાંચોટિયા, નવીનભાઈ ઘુમલીયા, મનીષકુમાર પટેલ અને કોંગ્રેસના મહેશભાઈ રાજ્યગુરૂએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર બેઠક ઉપર પણ એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર મેળવ્યું હતું.

- text