ઝૂલતા પુલ દુર્ઘટના : માત્ર ઘટના જોવા આવેલા ટોળાઓને બચાવ કાર્યમાં નડતરરૂપ ન થવા અપીલ

- text


મોરબી : મોરબીમાં સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઘટના જોવા પણ આવ્યા છે. આવા લોકોની ભીડ બચાવ કાર્યમાં નડતરરૂપ થતી હોય તેઓને ભીડ ન કરવા જાહેર હિતમાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટી પડ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો નીચે નદીમાં પટકાયા હતા. આ લોકોને બચાવવા માટે તંત્ર અને સ્વંયમ સેવકો દ્વારા પુરજોશમાં બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જો કે આ ઘટના જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી છે. આ ભીડ બચાવ કાર્યને નડતરરૂપ થતી હોય, માટે જે લોકો બચાવ કાર્યમાં ન હોય તેવા લોકોને ઘરે ચાલ્યા જવા ખાસ અપીલ કરવામાં આવી છે. જેથી બચાવ કાર્ય ઝડપથી થઈ શકે અને વધુમાં વધુ લોકોનો જીવ બચી શકે.

- text

- text