નવા વર્ષના પ્રારંભે મોરબી શહેર જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતી પોલીસ

- text


દારૂ વેચનાર, પીનારા અને હેરફેર કરનાર કુલ 88 વિરુદ્ધ કેસ કર્યા

મોરબી : નવા વર્ષના પ્રારંભે મોરબી જિલ્લા પોલીસવડાના આદેશ અન્વયે ગઈકાલે શહેર, જિલ્લામાં એલસીબી અને સ્થાનિક પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી અલગ અલગ 88 ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની બદી ડામવા માટે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ આદેશ કરતા એલસીબી, મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, ટંકારા, હળવદ, વાંકનેર અને માળીયા પોલીસે દારૂના ધંધાર્થીઓ ઉપર રિતસર તૂટી પડી આકરી કાર્યવાહી કરી હતી.

- text

વધુમાં મોરબી શહેર અને જિલ્લામાં તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂની હેરફેર કરનારા, દેશીની ભઠ્ઠી ચલાવનાર, વેચનાર, પીનારા તેમજ વિદેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કુલ મળી પ્રોહીબિશન એકટ અન્વયે 88 કેસ કરી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કડક હાથે અસરકારક કામગીરી કરી હતી.

- text