મોરબીના ચાચાપર ગામની ખાનગી શાળામાં તસ્કરો ત્રાટકયા, જુઓ CCTV

- text


તત્કરોએ દરવાજો તોડી ટેબલના લોક તોડ્યા પણ કોઈ કીમતી વસ્તુ હાથ ન લાગી

મોરબી : મોરબીના ચાચાપર ગામમાં આવેલી ખાનગી શાળામાં દિવાળીની આગલી રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ શાળાની ઓફિસના દરવાજો તોડી અંદર હાથ ફેરો કર્યો હતો. પરંતુ કોઈ કીમતી વસ્તુ હાથ લાગી ન હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

તસ્કરોએ નિશાન બનાવેલી ચાચાપર ગામની ખાનગી શાળા મધુવન વિદ્યાલયના ટ્રસ્ટી વિશાલ કાસુન્દ્રાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે અમારી શાળામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે આ ઘટનામાં શાળામાંથી કોઈ કીમતી વસ્તુ તસ્કરોના હાથે લાગી નથી. શાળા સંચાલકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


- text