પાડોશી ધર્મ : મોરબીથી વકીલ 22 લોકોને સાથે લઈને રકતદાન કરવા અમદાવાદ પોહચ્યા 

- text


અમદાવાદમાં મોરબીના દર્દી ને લોહીની 25 બોટલની જરૂર પડતાં મોરબીથી પાડોશી વકીલ 22 લોકો સાથે અમદાવાદ જઈ રકતદાન કર્યું

મોરબી : મોરબીના ફોટો વિડિઓ એસોસિયેશન આગેવાન અને મયુર નેચર કલબના અગ્રણીના પત્નીના લીવર ટ્રાસપ્લાન્ટના ઓપરેશન માટે અમદાવાદમાં 25 બોટલ બ્લડની જરૂર પડતાં તેમના પાડોશી વકીલે પાડોશી ધર્મ બખૂબી નિભાવીને તેમના 22 જેટલા મિત્રો સાથે અમદાવાદ પોહચીને રકતદાન કર્યું હતું.

મોરબીના ફોટો વિડિઓ એસોસિયેશન આગેવાન અને મયુર નેચર કલબના અગ્રણી મહાદેવભાઇ ઉટવાડિયાના પત્નીનુંઅમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લિવર ટ્રાન્સપ્લાન્ટ ના ઑપરેશનમાટે 25 બોટલ લોહીની જરૂરત હતી. આ અંગે પાડોશી વકીલ ધર્મેન્દ્રભાઈ નરભેરામભાઈ બારેજીયાને જાણ થતાં તેઓ આજ 25 તારીખે તેમના 22 મિત્રો સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈને રકતદાન કરી 22બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપી હતી. આમ મોરબીના યુવા વકીલે પાડોશી ધર્મ બજાવીને એક માનવતાની મિસાલ આપી હતી.

- text

- text