30મીએ સરદાર પટેલ સહિતની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મહારેલી : 75 ઘોડા, 5 હાથી,11 બગીઓ જોડાશે

- text


સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મહારેલીનું આયોજન : લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણ સમારોહ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાશે

મોરબી : સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 75 ઘોડા,5 હાથી,11 બગીઓ સાથેની મહારેલી, લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણ સમારોહ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો યોજાનાર છે.

મોરબીના આંગણે રાષ્ટ્રભકત અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તા.30 ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ,મહારેલી તેમજ ક્રાંતિવિરોને વિરાંજલી આપતા અને રાષ્ટ્રવાદ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવાને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે.

- text

મહારેલી મહારાણા પ્રતાપ સર્કલ,મોરબી-2 ખાતેથી સાંજે 4:00 વાગ્યે શરૂ થશે. આ મહારેલીમાં મહારાષ્ટ્રના બેન્ડ નગારા સાથે 75 ઘોડા,5 હાથી,11 બગીઓ,3000 બાઈક 1000 ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે. પ્રતિમા અનાવરણ નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ,મોરબી સરદાર પટેલ જન્મ જ્યંતીની પૂર્વ સંધ્યાએ સાંજે 5:00 કલાકે યોજાશે.

આ સાથે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ,મોરબી ખાતે રાત્રે 9.00 કલાકે યોજાશે.ભોજન સમારંભ રામેશ્વર ફાર્મ ખાતે સાંજે 7.00 કલાકે યોજાશે. આ કાર્યક્રમોમાં જોડાવા અજય લોરીયા -સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તથાચેરમેન -બાંધકામ સમિતિ મોરબી જીલ્લા પંચાયત દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text