મોરબીના દરબારગઢ ચોકમાં કાલી પૂજાની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી 

- text


આવતીકાલે સિંદુર ખેલા, વિસર્જન સહિતના કાર્યક્રમો ઉજવાશે

મોરબી: દરબારગઢ ખાતે તારીખ 24 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર સુધી કાલી પૂજા કમિટી મેમ્બર દ્વારા કાલી પૂજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મહાઆરતી કરવામાં આવી હતી.

ત્રણ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, મા કાલી પૂજા અર્ચના, ચંડીપાઠ, પુષ્પાંજલિ, મહા આરતી, મહાપ્રસાદ, ઢોલ અને સિંદુર ખેલા અને વિસર્જન જેવા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે અને અંતિમ દિવસે એટલે કે 26 ઓક્ટોબરના રોજ કાલી પૂજાનું ભવ્ય વિસર્જન કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં સૌને લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાલી પૂજાના આયોજનમાં મુખ્ય કમિટી મેમ્બર લાલુદાસભાઈ, બાબુભાઈ, સદાનંદભાઈ, અશોકભાઈ, નિર્મલભાઈ, બબલુભાઈ અજીતભાઈ, પીન્ટુભાઈ, ગોપીભાઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે.

- text

- text