મોરબીના કડીવાર બંધુએ કીડીયારું પૂરીને દિવાળીની ઉજવણી કરી

- text


 

51 નાળિયેરમાં કીડીયારું ભરીને 51 અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા

મોરબી: મોરબીના પર્યાવરણ પ્રેમી ભાઈઓ વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી છે. બંને ભાઈઓએ દિવાળી નિમિત્તે કીડીયારું પૂરીને અને અમર જવાની રંગોળી બનાવી દિવાળી પર્વ ઉજવ્યો છે.

વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા 51 નાળિયેરમાં કીડીયારું ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને આ નાળિયેર દાંટવામાં આવ્યા હતા. જેનાથી 51000 જેટલા નાના જીવોને ખોરાક મળી રહેશે. આ ઉપરાંત બંને ભાઈઓએ અમર જવાની થીમ પર કલાત્મક રંગોળી બનાવી હતી. બંને ભાઈઓએ લોકોને કીડીયારું પુરવાની અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી.

- text

- text