ધોકા પહેલા ધોકો ! મોરબીમા એક્ટિવા અથડાતા યુવાનને ધોકો ફટકાર્યો

- text


સુપર માર્કેટ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાન સાથે બનેલી ઘટના

મોરબી : દિવાળીના તહેવારોમાં પણ માથાફરેલ તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ગઈકાલે સુપર માર્કેટ નજીક રસ્તો ઓળંગી રહેલા એક્ટિવા ચાલક યુવાન સાથે સામેથી આવતા એક્ટિવા ચાલકે અકસ્માત સર્જી કપાળના ભાગે ધોકો ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરવાસ ચોક નજીક ઝવેરી શેરીમાં રહેતો આર્યન ઇમરાનભાઈ માડકીયા સુપર માર્કેટ પાસે પોતાના મિત્રના ફટાકડાના સ્ટોર ઉપર ગયા બાદ ત્યાંથી હાઇવે ઉપર જતો હતો ત્યારે એક્ટિવા લઈ રસ્તો ક્રોસ કરવા જતા નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા જીજે – 36 – એ – 8818 નંબરનો એક્ટિવા ચાલક પુરઝડપે આવી આર્યનના એક્ટિવા સાથે અથડાયો હતો.

- text

દરમિયાન પોતાની ભૂલ હોવા છતાં એક્ટિવા ચાલક સાગર નામના ઇસમે પોતાના પાસે હાથમાં રહેલ લાકડાનો ધોકો આર્યનના કપાળના ભાગે ફટકારી દઇ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. ઘટના બાદ આર્યનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો હતો. આ મામલે આર્યને સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્ટિવા ચાલક સાગર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

- text