બોયલરની ગરમ રાખમાં પડી જતા દાઝેલા બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ

- text


મોરબી તાલુકાના બગથળા નજીક ફેકટરીમાં બનેલો બનાવ

મોરબી : મોરબી તાલુકાના બગથળા નજીક ફેકટરીના બોયલરની ગરમ રાખમાં પડી જતા દાઝી ગયેલા ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ લેમંજા સેલ્યુલોઝ એલએલપી નામના કારખાનામાં લેબર કવટર્સમાં રહેતા બબલુભાઈ કોઠારીના પુત્ર લક્કી ઉ.3 ગત તા.13 ઓક્ટોબરના રોજ રમતા રમતા બોયલરમાંથી નીકળતી ગરમ રાખમાં પડી જતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તા.23 ના રોજ લક્કીનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text