વાંકાનેરમા ચાર બોટલ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમા જીનપરા જકાત નાકા નજીકથી પોલીસે એક્ટિવા લઈને પસાર થતા હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ માંડાણી, ઉ.27, રે.ભાટિયા સોસાયટી વાળાને અટકાવી તલાસી લેતા એક્ટિવા મોટર સાયકલની ડેકીમાંથી ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 20 હજારની કિંમતનું એક્ટિવા અને 2400 રૂપિયાની દારૂની બોટલો મળી કુલ રૂ.22,400નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી હિમાંશુ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યાવાહી હાથ ધરી હતી.

- text

- text