માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં 14 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ 

- text


ખેતમજૂરી કરતા પરિવારની માસૂમ દીકરીને લાલચ આપી ઢગાએ વાડીમાં લઇ જ કુર્કમ આચર્યું

માળીયા : માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 14 વર્ષની પુત્રીને ત્યાંજ વાડીમાં કામ કરતા ઢગાએ હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં ખેતમજૂરી કરતા પરિવારની માસૂમ દીકરીને લાલચ આપી ઢગાએ વાડીમાં લઇ જ કુર્કમ આચર્યું હતું. જો કે તરુણીને દુખાવો થતા આ નરાધમના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો.

- text

માળીયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં બહારનો એક પરિવાર વાડીમાં રહી ખેતમજૂરી કરે છે. તે દરમિયાન આ વાડીમાં ખેતમજૂરી કરતા બહાદુરગઢ ગામના ભરત પટેલે તેમની સાથે ખેતજુરી કરતા આ બહારના પરિવારની દીકરી ઉપર નજર બગાડી હતી અને આ શખ્સે પોતાની પુત્રી જેવી ઉંમરની 14 વર્ષની તરુણીને લાલચ આપી ઝાડી ઝાખરાની અંદર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હવસ સંતોષી લીધા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. દરમિયાન નરાધમના કુકર્મનો ભોગ બનેલી તરુણીને દુખાવો ઉપડતા તેણીને તાબડતોબ 108 મારફતે માળીયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ છે અને દુષ્કર્મની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text