માળીયાના જાજાસરની પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ

- text


માળીયા : માળીયાના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટઠ રમતનું પ્રદર્શન કર્યું હતું.

સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ભણતા ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે વિવિધ રમતો જેવી કે ખો-ખો, રેલગાડી, કેટલા રે કેટલા,ચલતી કે મુર્તિ જેવી વિવિધ રમતો બાળકોને રમાડવામાં આવી હતી. વિવિધ રમતોમાં વિજેતા થયેલાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય ભાવેશભાઇ બોરીચા તથા શાળાના શિક્ષક હરદેવભાઈ કાનગડ, ચેતનભાઈ વોરા, જૈમિની બેન સોલંકી તથા કેશુરભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી.

- text

- text