વાંકાનેરના ઘીયાવડ શાળામાં દિવાળી પર્વની ઉજવણી કરાઈ

- text


ધોરણ – 3 થી 8ના બાળકોએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ પ્રા. શાળા CRC જુના કણકોટ માં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ – 3 થી 8ના બાળકોએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.ખૂબ જ ઉત્સાહથી બાળકોએ બાલવૃંદ ગ્રુપ મુજબ રંગોળી બનાવી હતી.

SMC સભ્યોએ મુલાકાત લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.વિજેતા બાળકોને શિક્ષક નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સાથે જ સત્ર પરીક્ષાના પરિણામો જાહેર કરીને સહભ્યાસીક પ્રવૃત્તિઓમાં કરેલા દેખાવ વિશે વાલીઓને માહિતગાર કરાયા હતા. તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

- text