પાલિકાથી સાત માળનું બિલ્ડિંગ ના પડ્યુ : હવે બિલ્ડિંગ પાડવાનો કોન્ટ્રાકટ અપાશે

- text


પેહલા તાબડતોબ જેસીબીના કાફલા સાથે બિલ્ડિંગ ડીમોલેશન કરવા ગયેલ નગરપાલિકા પાસે હવે ગેરકાયદે બિલ્ડીંગ તોડી પડવાના સાધનો ન હોવાથી હવે કોન્ટ્રાક્ટર આપવાની પ્રક્રિયા હાથ ધરી

મોરબી : મોરબી નગરપાલિકાએ ગઈકાલે સાત માળની બિલ્ડીંગ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જેસીબી મશીનોના કાફલા સાથે પાલિકા તંત્ર સ્થળ પર પોહચયું હતું અને આ બિલ્ડિંગમાં ધરાશાઈ કરવામાં દાવા કર્યા હતાં પણ આજે અચાનક જ બિલ્ડીંગ તોડી પાડવાના સાધનો ન હોવાનું પાલિકાએ જણાવી આ માટે કોન્ટ્રાકટ આપવાની જાહેરાત કરી છે.

હાઇકોર્ટની તીખી ફટકાર બાદ મોરબી નગરપાલિકાએ પંચાસર રોડ પર એક સાત માળની ગેરકાયદે હાઇરાઈઝ બિલ્ડિંગ તોડી પાડવા ગઈકાલે જેસીબી મશીનોના કાફલા સાથે પોહચીને આ બિલ્ડિંગ તોડી પાડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ આજે અચાનક જ આ કાર્યવાહી રોકી દેવામાં આવી હતી અને પાલિકા દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે તેની પાસે આવી હાઈરાઈઝ બિલ્ડિંગ પડવાના સાધન નથી માટે હવે ખાનગી કોન્ટ્રાકટરને આ કામગીરી સોંપવામાં આવશે અને આ માટે એક જાહેર નિવેદા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં બીલડીગો તોડી પાડવા માટે સક્ષમ અને નિપુણ કોન્ટ્રાક્ટ એજન્સી પાસેથી આ કામ કરવા માટે ભાવ મંગાવ્યા છે.

- text

આ અંગે મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામો એકદમ મજબૂત હોવાથી નગરપાલિકા પાસે બિલ્ડિંગ તોડી પાડવા માટે કોઈ સાધન સામગ્રી નથી. ગઈકાલે જે સાત માળની બિલ્ડીંગ તોડી પડવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે બિલ્ડીંગ હજુ તૂટી નથી. વળી બિલ્ડીંગ તોડી પાડી વખતે આજુબાજુમાં રહેતા લોકોના હાનિ ન પહોંચે તેમજ એકીસાથે બિલ્ડીંગ તૂટી જાય તે માટે આ ક્ષેત્રના અનુભવી કોન્ટ્રાક્ટરોની જરૂર છે. એટલે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગેરકાયદે બિલ્ડીંગ તોડી પાડવાનો નિર્ણય જાહેર કર્યો છે અને આ માટેની પ્રોસેસ હાથ ધરાઈ છે અને બિલ્ડીંગ તોડી પાડવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા બાદ આ કામ સોપાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text