મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદોત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષની પરંપરા અનુસાર ગઈકાલે શરદ પૂનમની રાત્રે શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજના મોટી સંખ્યા યુવાનો સહિતના લોકોએ શરદ પુનમની રઢિયાળી રાત્રે રાસ ગરબાની રંગત જમાવી હતી. આ શરદોત્સવમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, પ્રશાંતભાઈ મહેતા, વિપુલભાઈ શુકલ, જિતેન્દ્રભાઈ ત્રિવેદી, નલિનભાઈ ભટ્ટ, મનોજભાઇ પંડ્યા, બીપીનભાઈ વ્યાસ, જગદીશભાઇ ઓઝા, દિનેશભાઇ પંડ્યા, પાલિકાના સભ્ય દર્શનાબેન ભટ્ટ તેમજ પ્રવિણાબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

- text

- text