હળવદમા સરાજાહેર ફાયરિંગ

- text


ફટાકડાના સ્ટોલ મામલે સરા ચોકડીએ બે બળિયા જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ, પોલીસ ઘટના સ્થળે

હળવદ : હળવદ સરા ચોકડીએ ફટાકડાના સ્ટોલ મામલે બે બળિયા જૂથ વચ્ચે બઘડાટી બોલી ગયા બાદ સરાજાહેર ફાયરિંગ થતા સોપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દિવાળીની સીઝનમાં સરા ચોકડી નજીક ફટાકડાના સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટમા લગભગ સાડા નવથી પોણા દસેક વાગ્યાના અરસામાં બઘડાટી બોલી ગઈ હતી અને એક બળિયા જૂથે ફટાકડી કાઢી સરાજાહેર ફાયરિંગ કરતા સરા ચોકડીએ સોપો પડી ગયો હતો.

દરમિયાન ફાયરિંગની ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો સરા ચોકડી ખાતે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં બે રાઉન્ડ થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાણહાનિ કે ઇજાઓ થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text