વાંકાનેરમાં ઘીયાવડની શાળા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 

- text


વિડી રામપરા અભયારણ્ય અધિકારીઓએ બાળકોના વન્ય પ્રાણીના મહત્વ વિશે અસરકારક માહિતી આપી

વાંકાનેર : ઘીયાવડ પ્રા. શાળા વાંકાનેર CRC જુના કણકોટમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વિડી રામપરા અભયારણ્ય રેન્જના સ્ટાફ એમ.કે.પંડિત, જયદીપસિંહ કે.ઝાલા (ફોરેસ્ટ ગાર્ડ), વી.જે.ગોહિલના સહયોગથી કરવામાં આવી હતી.વિડી રામપરા અભયારણ્ય અધિકારીઓએ બાળકોના વન્ય પ્રાણીના મહત્વ વિશે અસરકારક માહિતી આપી હતી.

અભયારણ્ય વિશે જયદીપસિંહ ઝાલાએ અને શિક્ષક રવજીભાઈ બોસિયાએ પ્રાણીઓના મહત્વ વિશે બાળકોને માહિતી આપી હતી.શિક્ષક નિરાલિબેન અને મીરલબેનના માર્ગદર્શન હેઠળ ધોરણ – 6થી 8ના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વન્ય પ્રાણીઓની થીમ પર ખૂબ જ ઉત્સાહથી બાળકોએ ચિત્ર દોર્યા હતા.

- text

અભયારણ્યના સ્ટાફ તરફથી બધા બાળકોને પ્રોત્સાહન રૂપે પેનની ભેટ આપવામાં હતી.સાથે જ તમામ બાળકોને ચેવડો-પેંડાનો સ્વરૂચી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ મહાત્મા ગાંધી જયંતિ નિમિતે શાળામાં મહાત્માને વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મહાત્મા ગાંધીજીના જીવન વિશે ચર્ચાસભા રાખવામાં આવી હતી.ઉપરાંત શિક્ષક દિવસમાં ભાગ લેનાર બધા બાળકોને શાળા ના બધા શિક્ષકો તરફથી નાસ્તો કરવીને અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text