મોરબી હળવદ અને જેતપર અણીયારી રોડ ફોરલેન પ્રોજેક્ટનો શુભારંભ

- text


રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની મહેનત રંગ લાવી : સતત ફોલોઅપને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને ફોરલેન કામગીરીનો આરંભ કરાયો

મોરબી : મોરબી સીરામીક ક્લસ્ટરને જોડતા મોરબી હળવદ અને મોરબી – જેતપર – અણીયારીમાર્ગ પર વાહનવ્યવહારની વધતી સંખ્યાને અનુરૂપ આ રસ્તાને ફોર લેન બનાવવાની કામગીરી પર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધા બાદ રાજ્યમંત્રી મેરજાના સતત ફોલોઅપને પગલે દિવાળી પહેલા જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને રોડની સંલગ્ન કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

મોરબી હળવદ ને જોડતા આ રોડની વધુ વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા.૨૮-૦૧-૨૦૨૨ ના રોજ રૂ.૧૯૭૦૬.૦૦ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જે અન્વયે કી.મી. ૩૧/૮ થી ૭૨/૦ વચ્ચે કૂલ ૪૦.૨ કીમી. પૈકી ૩૯.૪૫ કીમીને હયાત ૧૦.૦ મી. પહોળારસ્તા માંથી ચાર માર્ગિય કરવાની તથા ૦.૭૫ કીમી હયાત ૧૦ મી. રસ્તાને ઓવરલેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તામાં આવતા કૂલ ૫૬ નાળાને પહોળા કરવાની કામગીરી તથા કૂલ ૨ મોટા પુલ પૈકી ૧ હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવાની અને ૧ હયાત જુના પથ્થરના પુલની જગ્યાએ નવા મોટા પુલનું બાંધકામ કરવામાં આવશે.

ઉપરાંત કૂલ ૧૬૫૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.આ કામગીરી પરફેક્ટ ઇન્ફ્રાક્રોપ પ્રા.લિમિટેડ એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. મોરબીની બે મહત્વના તાલુકા હળવદ અને મોરબીને જોડતા આ રસ્તો ફોર લાઈન બનતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તથા વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.

- text

એ જ રીતે મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝના હાર્દ સમા મોરબી જેતપર અણીયારી રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે.માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, કુલ ૨૪.૩ કિમીના આ રસ્તાના ફોર લેન કામગીરી માટે તા.૨૮-૦૯-૨૦૨૨ રૂ.૧૪૧૦૮.૮૮ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, કી.મી. ૩/૨ થી ૨૭/૫૦ વચ્ચે કૂલ ૨૪.૩ કીમી. પૈકી ૪.૩૮૫ કી.મી. ને હયાત ૧૦.૦ મી. પહોળા રસ્તા માંથી ચાર માર્ગિય ડામર સપાટી તથા ૧૪.૪૪૦ કીમી ને ચાર માર્ગિય સિમેન્ટ કોંક્રીટ સપાટી કરવાની કામગીરી કરવાની થાય છે. ૦.૯૦ કીમીમાં હયાત સી.સી. રોડ પર ઓવરલે કરવાની અને ૪.૬૨૫ કીમી રસ્તાને હયાત ૧૦ મી. ડામર સપાટી વાળા રસ્તાના સ્થાને ૧૦ મી. પહોળ સિમેન્ટ કોંક્રીટ સપાટી વાળો રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે.

જેતપર અણીયારા વચ્ચે ફોરલેન પ્રોજેક્ટમાં કુલ ૧૭ નાળાનું નિર્માણ કરવામાં આવશે જે પૈકી ૮ નવા નાળા અને ૯ હયાત નાળાને પહોળા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. કૂલ ૨૦૮૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ કરવામાં આવશે. આ રોડની કામગીરી એમ.એસ.ખુરાના એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આમ, સર્વોત્તમ સુવિધા સાથે રસ્તાનું નિર્માણ થતાં મોરબીના પરિવહન સુવિધામાં વધારો થશે.

- text