ટંકારા ધુનમંડળી વાળા કેશુભાઈ જીવાણીનો જીવન દિપ બુઝાયો, આજે પ્રાર્થના સભા 

- text


અબોલ પશુ-પંખી – પારેવા માટે દર અગિયારસે ગળે ઢોલક સાથે ધુનની જમાવટ કરી શહેરના રાજમાર્ગો અને દુકાનો પર ફેરી ફેરવી દાન એકઠુ કરતા

ટંકારા : ટંકારા શહેરને દશકાઓ પહેલા પોતીકુ બનાવી મુળ ધુનડા ખાનપરના શેઠ વાળાના હુલામણા નામથી ખેતીના ખાતર દવા ની દુકાન ચલાવનાર તથા ધણા વર્ષોથી દરેક અગિયારસ કે અદકેરા ઉત્સવના દિવસે પ્રભાતે મંડળી ધુન ફેરી થકી દુકાન અને શહેરના રાજમાર્ગો પર ફરી ગાય આદી અબોલ જીવોને ચણ નિરણ માટે ઝોળી લાંબી કરી સેવાના ભેખ ધારી ધુન ભજન અને સુદરકાંડ ઉચ્ચા સ્વરે ગાઈ અલખનો આનંદ લુટતા કેશુભાઈ ઓધવજીભાઈ જીવાણીનો જીવનદીપ બુઝાયો છે.

કેશુભાઈ જીવાણી તે પટેલ ટ્રેડિંગ વાળા (ટિનાભાઈ) નરેન્દ્રભાઈ તથા પરેશભાઈના પિતાશ્રી અને મહાદેવભાઈ, વલમજીભાઈ તથા મનસુખભાઈ ના મોટાભાઈ નુ 4-10-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના આજ રોજ 6-10-2022 ને ગુરૂવારે મહાલય દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ ખાતે બપોરના 3:30 થી 6 સુધી રાખી છે.

- text

- text