બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સ્કાય એકેડમીના ખેલાડીઓનો દબદબો

- text


મોરબી : તાજેતરમાં યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીમાં સ્કાય બેડમિન્ટન એકેડમીના ખેલાડીઓએ સારો દેખાવ કરીને મેડલ જીતીને એકેડેમીનું ગૌરવ વધાર્યું છે.

સ્કાય એકેડમીના ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં મેડલ જીત્યા હતા. જેમાં અન્ડર-8 ગર્લ્સ સિંગલમાં પલક 2 રનર્સ અપ, અન્ડર-10 બોયઝ સિંગલમાં મનન સેરસિયા વિજેતા, અન્ડર-10 ગર્લ્સ સિંગલમાં લાલી વિજેતા, અન્ડર-10 બોયઝ સિંગલમાં આકાશ રનર્સ અપ, અન્ડર-12 બોયઝ સિંગલમાં તરૂણ વિજેતા, અન્ડર-12 ગર્લ્સ સિંગલમાં આસ્થાબા રનર્સ અપ, અન્ડર-14 ગર્લ્સ સિંગલમાં ઈશિતા વિજેતા, અન્ડર-14 બોયઝ સિંગલમાં શ્લોક ભાલોડીયા વિજેતા, અન્ડર-14 બોયઝ સિંગલમાં ઉદય સવસાણી સેકન્ડ રનર્સ અપ, અન્ડર-14 બોયઝ સિંગલમાં શ્રેય રનર્સ અપ, અન્ડર-16 ગર્લ્સ સિંગલમાં રૂતવા ધાનજા વિજેતા, અન્ડર-16 ગર્લ્સ ડબલ્સમાં રૂતવા ધાનજા અને મેઘા પટેલ વિજેતા, અન્ડર-16 સિંગલમાં રૂશિલ કડીવાર વિજેતા ગ્રુપ-એ, અન્ડર-16 સિંગલમાં હિમનેસ રૂપાલા વિજેતા ગ્રુપ-બી, અન્ડર-16 ડબલ્સમાં હિમનેસ રૂપાલા અને રૂશિલ કડીવાર વિજેતા, અન્ડર-16 બોયઝ સિંગલમાં જયમીન અરડવા રનર્સ અપ બન્યા હતા.

- text

મહત્વનું છેકે મોરબીના એસપી રોડ પર છેલ્લા આઠ માસથી સ્કાય બેડમિન્ટન એકેડમી ચાલી રહી છે જેમાં અનુભવી કોચ દ્વારા પ્રોફેશનલ કોચિંગ આપવામાં આવી રહ્યું છે. હાલ કોચિંગ લઈ રહેલા બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સારું પ્રદર્શન કરી રહ્યા છે. વધુ માહિતી માટે કોચ- 8888945650 અને 9727280091 પર સંપર્ક કરવો.

- text