રવાપરમાં પિતા-પુત્રએ માતાજીના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી: રવાપરમાં પિતા અને પુત્રનો એક જ દિવસે જન્મદિવસ હોય બંનેએ ગરબીમાં સૌને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

રવાપરમાં આદ્યશક્તિ ગરબી મંડળ રંગ ધરતી પાર્કમાં દરરોજ ગરબે રમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે રંગ ધરતી પાર્કના શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા જતીનભાઈ દેત્રોજા અને તેમના પુત્ર માનિત દેત્રોજાનો ગઈકાલે નવમા નોરતે જન્મદિવસ હોય તેમણે આદ્યશક્તિ ગરબી મંડળમાં સૌને નાસ્તો અને આઈસ્ક્રીમ આપીને માતાજીના સાનિધ્યમાં અનોખી રીતે ઉજવણી કરી હતી.

- text

 

 

- text