ધ્રાંગધ્રા ખાતે ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

- text


વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ, રમતવીરો તેમજ સરપંચોનું પણ કરાયું સન્માન

હળવદ : ધાંગધ્રા ખાતે શ્રી સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ, સરકારી કર્મચારીઓ, રમતવીરો તેમજ નવ નિયુક્ત સરપંચશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિત સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ધાંગધ્રા ખાતે આવેલ બ્રહ્મ સમાજની વાડીમાં શ્રી સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ધાંગધ્રા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી ઠાકોર સમાજના 45 સરકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથે સાથે જુદી જુદી રમતમાં કૌશલ્ય દાખવી તાલુકા જિલ્લા તેમજ રાજ્યસ્તરે નંબર મેળવનાર 25 રમતવીરો,45 ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ નવ થી કોલેજ સુધીના 75 વિદ્યાર્થીઓ અને 17 ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ધાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા,સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઠાકોર સમાજના યુવા આગેવાનો તેમજ શિક્ષકશ્રી ઓએ જહેમત ઉઠાવી હતી

- text