માળીયા(મી.)ના મેઘપર ગામે આજે રાત્રે ઐતિહાસિક નાટક અને કોમિક રજૂ થશે 

- text


માળીયા(મી.) : માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામમાં આજે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક આહીરનો ઇતિહાસ એવું ‘શેતલને કાંઠે આલણ ને દેવરો’ તેમજ પેટ પકડીને હસાવે એવું કોમીક ‘એથીયો અને પેથીયો’ મેઘપર ગામના યુવાનો રજૂ કરશે.

- text

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મેઘપર ગામે આહીર યુવક મંડળ દ્વારા આજે રાત્રીના 10.00 વાગ્યે રાધે કૃષ્ણ મંદિર ચોક ખાતે પ્રખ્યાત નાટક આહીરનો ઇતિહાસ એવું ‘શેતલને કાંઠે આલણ ને દેવરો’ અને પેટ પકડીને હસાવે એવું કોમીક ‘એથીયો અને પેથીયો’ ભજવાશે. જેમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આહીર યુવા ગ્રુપ-મેઘપર દ્વારા અનુરોધ કરાયો છે.

- text