રાસ ગરબાની રમઝટ બોલાવતી માધાપરવાડી શાળાની બાળાઓ

- text


શાળાની 400 બાળાઓ રસોત્સવમાં મનમૂકીને ગરબે ઘૂમી : બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ

મોરબી : મોરબી તાલુકાની માધાપરવાડી શાળામાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાતા શાળાની બાળાઓ દ્વારા રાસગરબાની રમઝટ બોલાવી નવરાત્રી મહોત્સવને ઉત્સાહ, ઉમંગ સાથે માણ્યો હતો.

માધાપરવાડી શાળા ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં શાળાની 400 વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી. ધો.3 થી 8 માં વેલ ડ્રેશ અને એક્શનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર 15 પંદર બાળાઓને અને ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપેલ 5 પાંચ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા, કાળુભાઈ પરમાર એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ જયેશભાઈ અગ્રાવત, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા જયાબેન ભાડજા,ગીતાબેન અંદીપરા, અલકાબેન કોરવાડિયા, નિમિષાબેન ચાવડા,નિકિતાબેન કૈલા, ચાંદનીબેન સાંણજા તેમજ નર્મદાબેન પરમાર પ્રવાસી શિક્ષક વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

- text

- text