પીએફઆઈ સંગઠન ઉપર પ્રતિબંધ બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા પૂર્વ મંત્રી જ્યંતિભાઈ કવાડીયા 

- text


તબલીગ જમાત, દાવતે ઇસ્લામ, એહલે હદીજ અને જમયતે ઉલેમા એ હિન્દ જેવા સંગઠન ઉપર પણ પ્રતિબંધની માંગ કરી

મોરબી : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએફઆઈ સંગઠન ઉપર પ્રતિબંધ લાદતા રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પત્ર પાઠવી આ પગલાંને ખુબ જ આવશ્યક ગણવવાની સાથે-સાથે આવનાર સમયમાં સરકાર દ્વારા તબલીગ જમાત, દાવતે ઇસ્લામ, એહલે હદીજ અને જમયતે ઉલેમા એ હિન્દ જેવા સંગઠન ઉપર પણ પ્રતિબંધની માંગ કરી છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ કેન્દ્ર સરકાર દ્વારા પીએફઆઈ સંગઠન ઉપર પ્રતિબંધ લાદવાનાં નિર્ણયની પ્રશંશા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે. આ પત્રમાં પૂર્વ રાજ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ વાળી સરકારે કડક નિર્ણય લઈ સમગ્ર વિશ્વમાં એક અલગ સંદેશો આપ્યો હોવાનું જણાવ્યુ હતું.

- text

સાથો-સાથ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયાએ કેન્દ્ર સરકારને આવનાર દિવસોમાં તબલીગ જમાત, દાવતે ઇસ્લામ, એહલે હદીજ અને જમયતે ઉલેમા એ હિન્દ જેવા સંગઠન ઉપર પણ પ્રતિબંધ લાદવા માંગ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

- text