મોરબીમાં શિવાઝ રીગલ, જેક ડેનિયલ દારૂની બોટલો સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબીના શરાબ શોખીનોને શિવાઝ રીગલ, જેક ડેનિયલ મોંઘો દારૂ સપ્લાય કરતી બેલડીના ઘેર પોલીસે દરોડો પાડી રૂપિયા 22,200ની કિંમતની વિવિધ બ્રાન્ડની બોટલ સાથે એકને ઝડપી લીધો હતો જ્યારે એક આરોપીને ફરાર દર્શવવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની નાની બજારમાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા બે શખ્સ મોંઘી દાટ વિદેશી શરાબની બોટલો વેંચતા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા શિવાઝ રીગલની 7, જેક ડેનિયલ બ્રાન્ડની 7 તેમજ જેનિસ સ્યોર બ્રાન્ડની એક – એક લિટરની એક બોટલ કિંમત રૂપિયા 22,200 સાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે આરોપી દીપકસિંહ ખોડુભા વાઘેલા હાજર નહિ મળી આવતા સીટી એ ડિવિઝન પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text