વાંકાનેરમાં રોંગ સાઈડમાં આવેલા એક્ટિવા સાથે બાઇકની ટક્કર, એકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઉન્ડ્રી તરફના રસ્તે રોંગ સાઈડમા આવેલા એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના અદેપર ગામે રહેતા રણછોડભાઈ લાધાભાઈ સતવાણી બાઈક લઈને જતા હતા ત્યારે રોંગ સાઈડમાંથી આવેલા જીજે – 36 – એચ – 5219 નંબરના એક્ટિવા ચાલક સાથે અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ થતા રણછોડભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા લાધાભાઈ ઉર્ફે લઘુભાઈ રત્નાભાઈ સતવાણીએ એક્ટિવા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text