ઓટાળાના યુવાનને સાંસદના હસ્તે રોજગારી નિમણૂક પત્ર એનાયત

- text


ટંકારા : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી નોકરીમાં પસંદગી પામેલા યુવાનોને રોજગારી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ટંકારા તાલુકાના ઓટાળા ગામનો યુવાન આરટીઓ ઇન્સ્પેકટર તરીકે સિલેક્ટ થતા સાંસદસભ્યના હસ્તે રોજગારી નિમણુંક પત્ર એનાયત કરાયો હતો.

- text

મોરબી વીસી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટંકારાના ઓટાળા ગામના યુવાન રવિ જગદીશભાઈ ઘોડાસરાને આરટીઓ ઇન્સ્પેકટર વર્ગ-2ની પરીક્ષા પાસ થવા બદલ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. રવિ ઘોડાસરાને આરટીઓ-ભુજ ખાતે પ્રથમ પોસ્ટીંગ અપાયું છે. જે બદલ સ્નેહીજનો અને મિત્રવર્તુળ દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

- text