મારું બુથ મારું ગૌરવ અંતર્ગત મોરબી મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઈ

- text


ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનુબેન ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબૂત બનાવવા માટેનું માર્ગદર્શન અપાયું

મોરબી : મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત મોરબીના જિલ્લા કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનુબેન ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબૂત બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના આદેશ અનુસાર મોરબી ખાતે જિલ્લા કાર્યાલય મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનુબેન ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબૂત બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મારું બુથ મારું ગૌરવ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા ઘર ઘર વિતરણ કરવા બહોળી સંખ્યામાં મહિલાઓ મેદાને આવી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો જીતવા તેમજ ભય, ભુખ અને ભ્રષ્ટાચારી આ સરકારને સાથે મળીને ઘર ભેગી કરીશું તેવી હાંકલ કરી હતી.જેમાં મેમુનાબેન ઘાંચી અને પ્રભાબેન પ્રજાપતિની આગેવાની માં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text