મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા તાલુકા હેલ્થ ઓફિસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલુકા હેલ્થ ઓફિસ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂંટુંના સંયુક્ત પ્રયાસોથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ હતો.જેમાં કુલ 22 બોટલ બ્લડ કલેક્ટ કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા,તાલુકા હેલ્થ સુપરવાઇઝર શૈલેષ પારજીયા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પંચાસરા,સુપરવાઇઝર એચ.ઓ.પાંચોટિયા,આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલ હતો.

- text

- text