મોરબી જિલ્લાના 3 પીએસઆઇની બદલી, નવા 6 મુકાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લાના 3 પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાંથી 6 પીએસઆઇને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

પોલીસ વિભાગ દ્વારા આજે 169 બિન હથિયારધારી પીએસીઆઈની બદલીના તેમજ 13 બિન હથિયારધારી પીએસઆઇનું સુધારેલું બદલીના સ્થળના હુંકમ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પટેલ હરિભાઈની બનાસકાંઠા, જાડેજા ભૂપતસિંહની વડોદરા અને પીઠીયા વાલીબેનની દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે.

- text

જ્યારે સુરત ફરજ બજાવતા બગડા ભાનુબેન, ઠક્કર દિલીપકુમાર, કાનાણી ધર્મીસ્ઠાબેન, રાણા જગદેવસિંહને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. આ સાથે ગાંધીનગર ઇન્ટેલિજન્સના ધાંધલ મૂળુભા અને રાજકોટના હેરભા હરેશભાઈને પણ મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

- text