મોરબીમાં ભાજપના રોડ શોમાં પણ પાકીટમારો કળા કરી ગયા

- text


 

મોરબીના ભાજપ અગ્રણી અનિલ મહેતા સહિત અનેકના પાકીટ ગુમ

મોરબી : મોરબીમાં ભાગવત કથાની શોભાયાત્રામાં ભીડનો લાભ લઈ પાકિટમારોએ અનેકના ખિસ્સા હળવા કર્યા બાદ મોરબીમાં આજે ભાજપના રોડ શોમાં પણ પાકીટમારો કળા કરી ગયા હતાં અને અનેકના ખિસ્સા હળવા થયાની ફરિયાદો ઉઠી હતી.

- text

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રીના રોડ શો દરમિયાન ભીડનો લાભ લઈ પાકીટમારો અનેક લોકોના પાકીટ ચોરી લીધાની ફરિયાદ ઉઠી હતી. જેમાં મોરબી ભાજપના આગેવાન અનિલ મહેતાનું પાકીટ પણ ચોરાઈ ગયું હતું. તેઓએ આ પાકીટમાં પૈસાની સાથે તેમના અગત્યના ડોક્યુમેન્ટ હોવાથી જો કે પાકીટ મળે તો તેમના મોબાઈલ નંબર 9727731361 પર સંપર્ક કરવા અપીલ કરી છે. જ્યારે ભાજપના રોડ શો દરમિયાન અનેક લોકોના પાકીટ ચોરવાની સાથે મોરબીમાં ખજૂરના એક કાર્યક્રમમાં પણ એકઠી થયેલી ભીડમાં અમુક લોકોના પાકીટ ચોરાયાની ફરિયાદ ઉઠી હતી. જેથી ભીડ ભેગી થતી હોય તેવા કાર્યક્રમોમાં લોકોએ પોતાના પાકીટ અને કીમતી માલ સામાનને સાચવીને રાખે તે જરૂરી બન્યું છે.

 

- text