ભાવપર ગામના સરપંચ રાજયમંત્રી મેરજાની હાજરીમાં ભાજપમાં જોડાયા

- text


મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય ચહલ પહલ સક્રિય બની છે ત્યારે આજે માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામના સરપંચ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

આજ રોજ માળીયા તાલુકામાં બોડા હનુમાન (ફગશીયા) મુકામે માળિયા તાલુકા ભાજપ સંગઠન તથા તાલુકાના સરપંચોની બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજાની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભાવપર ગામના સરપંચ મનોહરભાઇ ગામી ભારતીય જનતા પાર્ટીમા વિધીવત જોડાયા હતા. આ તકે માળિયા તાલુકાના તમામ કાર્યકરો હોદેદારો તથા બહોળી સંખ્યામા સરપંચો હાજર રહ્યા હતા અને ભાજપ સાથે જોડાયા હતા.

- text

- text