ભૂલા પડેલા 2 વર્ષના બાળકનું મોરબી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

- text


મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી 2 વર્ષનો બાળક ભૂલો પડી ગયો હતો. જેની જાણ ત્યાંની એક વ્યક્તિ દ્વારા 100 નંબર પોલીસને કરાતા મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળક દાનિશ સોહીલભાઈને વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા તેના વાલીને જાણ કરી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

આ સમગ્ર સફળ કામગીરીમાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ વતી 100 નંબર પોલીસના ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળીયા (હેડ કોન્સ્ટેબલ) તેમજ તેમની સાથે દિલીપભાઈ જીવાભાઈ છૈયા (પો. કોન્સ્ટેબલ) એ મહેનત અને જહેમત ઉઠાવી હતી. પોલીસની આ કામગીરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

- text

- text