મોરબીમાં 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે આયુષ્ય યજ્ઞનું આયોજન

- text


પૂર્વ ધારાસભ્યના આંગણે યજ્ઞ કરાશે

મોરબી : આગામી તા.17ના રોજ વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી તેમના લાંબા આયુષ્ય માટે પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વીશેષ યજ્ઞ કરવામાં આવશે.

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.જેમાં રમેશભાઈ ઓઝાના મુખે ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે ત્યારે તા.17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે દીર્ઘાયુષ્ય માટે યજ્ઞનું આયોજન કરાયું છે.

કથાકાર રમેશભાઈ ઓઝાની નિશ્રામાં અનોખી એવી સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી આર્યાવર્તની અસ્મિતાની ધજા પતાકા લહેરાવાઈ રહી છે.

- text

દરમિયાન તા.17 સપ્ટેમ્બરને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પ્રસંગ હોય.જેથી કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે સનાતની વૈદિક પદ્ધતિથી આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે. કાંતિભાઈના નિવાસસ્થાને બપોરે 3.30 કલાકે ઉમા ટાઉનશીપ ખાતે યજ્ઞ યોજાશે.

- text