રમેશભાઈ ઓઝાના શબ્દો ગાય અને માલધારી સમાજ વિશે દુર્ભાગ્ય પૂર્ણ : કોંગ્રેસ અગ્રણી રમેશ રબારી

- text


વ્યાસપીઠ ઉપરથી ગૌમાંસની નિકાસ કરનારા, ગૌચરને ખાનારાઓને પાપ લાગશે તેવું કહેવા માલધારી સમાજની માંગણી

મોરબી : મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મોરબીને નિટ એન્ડ ક્લીન કરવાની વાત કરવાની સાથે આ ગાયોનું શું કરવું ? એવો સવાલ ઉઠાવી ગૌપાલકો માટે તીખી ટકોર કરતા ગુજરાત માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા માલધારીઓને પાપ લાગશે તેવી વાત કરી છે તે બુનિયાદ હોવાનું અને કથાકાર સરકારની ચાપલૂસી કરતા હોય તેવું લાગી રહ્યાનું નિવેદન આપી જો કહેવું જ હોય તો વ્યાસપીઠ ઉપરથી ગૌમાંસની નિકાસ કરનારા, ગૌચરને ખાનારાઓને પાપ લાગશે તેવું કહેવા જણાવ્યું હતું.

માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ અગ્રણી મોરબીના રમેશભાઈ રબારીએ નિવેદન આપતા કહ્યું હતુંકે, કોઈ સમાજ વિશે નિવેદનો કરતા પહેલા કથાકારે સરકારને નિવેદન કરવું જોઈએ કે ગૌચરની જમીનો શા માટે ગુજરાતમાં નથી ? જેને ગૌચરની જમીનો વેચી નાખી છે, દબાણ કરેલ છે તેમને પાપ લાગશે તેમ કથાકારે કહેવું જોઈએ તેમજ જે સરકારે ગાયોના નામે મત મેળવી સરકાર બનાવી છે એ જ સરકારના રાજમાં ગૌમાસની નિકાસ થાય છે અને ગૌવંશની કતલ થઈ રહી છે તેમને પાપ લાગશે તેમ કહેવું જોઈએ.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જે સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નથી કરી શકતી તે સરકારને પાપ લાગશે તેમ કહેવું જોઈએ ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મૃત્યુ થયા જેમાં જેની બેદરકારી છે એવી સરકારને પાપ લાગશે તેમ કહેવું જોઈએ છે. સરકાર ગાયોના કતલખાના બંધ નથી કરાવી શકતી. ગાયોનો ગૌચર નથી બચાવી શકતી, ગાયોના ગૌચરનું દબાણ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી નથી કરી શકતી, તે સરકારના બેઠેલા લોકોને પાપ લાગશે તેમ કહેવાની જરૂર છે. બાકી માલધારીઓ જે ગાયોનું પાલનપોષણ કરે છે તેમને ખોટી રીતે બદનામ કરવાના ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સરકારના ઈશારે કામ કરતા હોય એવું લાગે છે.

- text

તેઓએ ઉમેર્યું હતું કે, કોઈ કથાકારે ગૌશાળા માટે ક્યારે પણ દાન આપેલ છે ? કોઈ કથાકાર ગાયો માટે ગૌશાળા બનાવેલી છે / કોઈ કથાકારે ગાયો ના કતલખાના બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરેલ છે ? કોઈ કથાકારે ગાયના માસના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરેલી છે ? ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં રજૂઆત કરેલ છે ? તો આવા લોકોને પાપ લાગશે તેમ કહેવું જોઈએ અને એમ કહો કે ગાયના કતલ ખાના ચલાવે છે અને માસની નિકાસ કરે છે એવા લોકો પાસેથી જે દાન મેળવે છે તેમ ને પાપ લાગશે તેમ કહો. બાકી સરકારની વાહ વાહ મેળવવા માટે થઈને માલધારીઓ વિશે અને ગાય વિશે આવા શબ્દો પ્રયોગ કરવા તે ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શોભતા નથી.

પહેલા તેમને ખબર હોવી જોઈએ ગાયને આખો દિવસ એક પણ જગ્યાએ બાંધી ન શકાય તેમને ચરવા લઈ જવી પડે છે.ચરાવવા માટે ગુજરાતમાં ગાયો માટેનું ગૌચર ક્યાં ગયું? તે પહેલાં સરકારને પૂછો અને સરકારને પાપ લાગશે એમ કહો તો તે વ્યાજબી છે. બાકી માલધારી સમાજનો ગાયોનું ભરણપોષણ કરે છે અને ગાયને માતા માને છે. અમને પણ અમારા ઢોર રોડ રસ્તા ઉપર રઝડતા હોય ગમતું નથી અમને પણ કોઈ લોકોને ઢોર ઢાખર હેરાન પરેશાન કરે તે ગમતું નથી. સરકાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગૌચર માટેની જગ્યા ખુલી કરવી જોઈએ ત્યાં દબાણ થઈ ગયા છે જેમને આ જમીનો પચાવી લીધેલ છે તેમની પાસેથી ખાલી કરાવી, ગાય માતા માટે માલધારી સમાજને સોંપવી જોઈએ તેવી અમારી લાગણી અને માગણી છે કે કથાકાર સરકારને વ્યાસપીઠ ઉપરથી ગૌચર ખાઈ ગયા છે તેમને પાપ લાગશે તેમ કહો તેમ માલધારી સમાજ ઈચ્છતું હોવાનું અંતમાં માલધારી આગેવાન રમેશભાઈ રબારીએ માંગણી કરી હતી.

- text