મોરબીને નિટ ક્લીન કરો : વ્યાસપીઠ ઉપરથી રમેશભાઈ ઓઝાએ મોરબીની ગંદકી વિશે કરી પાલિકાને ટકોર

- text


મોરબીમા માતૃશક્તિ પાલિકાના પ્રમુખ પદે હોય ત્યારે ગંદકી કેમ ચાલે ?

ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, ગૌપાલકોને પણ ભાઈશ્રીની તીખી તમતમતી ટકોર

મોરબી : મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે યોજાયેલ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપરથી શ્રોતાઓને કથામૃત પીરસવાની સાથે સાંપ્રત બાબતો પ્રત્યે ટકોર કરતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ગઈકાલે આરાધ્ય દેવ ભગવાન શિવજી વિશે ઘસાતું બોલનારને આડે હાથ લીધા બાદ આજે કથાના ત્રીજા દિવસે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિતના સતાધીશોને ઉદ્યોગનગરીમાં ગંદકી વિશે માર્મિક ટકોર કરી મોરબીની નિટ એન્ડ ક્લિન કરવા પણ ભાર મુક્યો હતો.સાથો-સાથ રસ્તે રઝળતા ઢોર વિશે અને ગૌપાલકોને પણ તીખી ટકોર કરી હતી.

મોરબીમા કોરોના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથાના ત્રીજા દિવસે કથા સમાપન વેળાએ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ મોરબીના લોકોની વેદનાને વાચા આપતા નગરપાલિકાના સતાધીશોને ખખડાવી કહ્યું હતું કે ઔદ્યોગિક નગરી મોરબી સરકારને સૌથી વધુ રેવન્યુ કમાઈ આપતું સીટી છે મારા મનમાં કલ્પના હતી કે મોરબી નિટ અને ક્લીન હશે પરંતુ જ્યારે મોરબી શહેરમાં પસાર થયો તો કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી, વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્ન અહીં જરા પણ બંધ બેસતું ન હોવાનું કહી એક સમયે હું પણ ગુજરાતનો ક્લીન ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યાનું જણાવી કથા મંડપમાં બિરાજમાન પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારને માતૃશક્તિ સ્વરૂપ બતાવી મોરબીને નિટ એન્ડ ક્લીન કરવા કહ્યું હતું.

- text

નોંધનીય છે કે ગંદકીના મુદાની સાથે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ રસ્તે રખડતા ગૌમાતાને લઈને પણ આકરી અને તીખી કહી શકાય તેવી ટકોર ગૌપાલકોને કરી કોઈના જોખમે અને કોઈના ખર્ચે દૂધ ન ખાવ નહિ તો કાનુડો માફ નહિ કરે કહી ગૌમાતાની સેવા કરવા અને રસ્તે રઝળતા નહિ છોડવા પર ભાર મૂકી ઢીકે ચડાવતા નંદી વિશે પણ ટકોર કરી હતી.

 

- text