મોરબીના વીસીપરામાં મકાન અને મહેન્દ્રનગરમાં ટીસી ઉપર વીજળી ત્રાટકી

- text


સદભાગ્યે જાનહાની ન થઈ પણ અનેક ઘરોના ઈલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા

મોરબી : મોરબીના વીસીપરામાં ગતરાત્રે વરસાદ સાથે મકાન અને મહેન્દ્રનગરમાં ટીસી ઉપર વીજળી ત્રાટકી હતી. જો કે આ બન્ને જગ્યાએ સદભાગ્યે જાનહાની થઈ ન હતી. પણ પણ અનેક ઘરોના ઈલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા હતા.
મોરબી પંથકમાં ચારેક દિવસથી સતત વરસાદ સાથે વીજળી પડવાના બનાવો વચ્ચે ગતરાત્રે પણ બે સ્થળે પણ વરસાદ પડવાની સાથે વીજળી ત્રાટકી હતી. જેમાં મોરબી નજીક મહેન્દ્રનગર ગામ રામધન પાસે આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં વરસાદ સાથે ટીસીમાં વીજળી ત્રાટકતા ટીસીમા ધડાકા થતા આ એપાર્ટમેન્ટમાંના અનેક ફ્લેટમાં ફ્રીજ, લાઈટ, ગીઝર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા હતા. આથી લોકોને ભારે નુકશાન થયું હતું.

બીજા બનાવમાં મોરબી વિસિપરા વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર પાસે રહેરાક મકાન ઉપર ગતરાત્રે વરસાદ સાથે વીજળી પડતાં ઘરવખરીને ભારે નુક્સાન થયું હતું. મકાન માલિક કુકાભાઈ બલુંભાઈ ભરવાડના મકાન ઉપર વીજળી પડતાં તેમનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. પણ સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

- text

- text