મોરબીની બેહનોને નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશન માટે આમંત્રણ પાઠવતા જાણીતા ટીવી એક્ટ્રેસ વંદના વિઠલાણી

સ્વાગત હોલમાં આગામી તારીખ 17 અને 18 બે દિવસ ભવ્ય એક્ઝિબિશનનું મોરબી અપડેટ દ્વારા આયોજન : જેમાં હશે 50થી વધુ સ્ટોલ, સ્પર્ધાઓ અને ઘણું બધું…

મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા.17 અને 18ના રોજ નવરાત્રી સ્પેશિયલ ભવ્ય મોરપીંછ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માટે તમામ મોરબીના બહેનોને જાણીતા ટીવી એક્ટ્રેસ વંદના વિઠલાણીએ ખાસ આમંત્રણ પાઠવ્યું છે.

મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.17 અને 18 સપ્ટેમ્બર (શનિ, રવી)ના રોજ મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 50 જેટલા સ્ટોલ હશે.

મોરબીની બહેનો માટેના આ જાજરમાન એક્ઝિબિશનમાં ન માત્ર વસ્તુઓનું ખરીદ- વેચાણ અનેક સ્પર્ધાઓ અને સ્ટેજ પ્રોગ્રામ પણ યોજાશે. ખાસ વાત એ છે આ એક્ઝિબિશનમાં ફ્રી એન્ટ્રી છે. આ એક્ઝિબિશનના પધારવા માટે મોરબીની તમામ બહેનોને જાણીતા ટીવી એકટ્રેસ વંદના વિઠલાણીએ ખાસ આમંત્રણ પાઠવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વંદના વિઠલાણી સ્ટાર પ્લસની સાથ નિભાના સાથિયા સિરીયલમાં ઉર્મિલા શાહની ભૂમિકા નિભાવતા હતા.આ ઉપરાંત તેઓએ કલર્સની સસુરાલ સીમરકા, સ્ટાર ભારતની કાલ ભૈરવ રહસ્ય 2, ઝી ટીવીની હમારી બહુ સિલ્ક, સ્ટારભારતની મુસ્કાન, સ્ટારપ્લસની પંડ્યા સ્ટોર, સ્ટાર ભારતની તેરા મેરા સાથ રહે સહિતની સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓએ નયી સોચ કી તલાશ વિથ આમિર કે સાથ શોમાં તેમજ લવની લવ સ્ટોરી અને સુપર નાની મુવીમાં પણ કામ કર્યું છે.


 

મોરબી અપડેટ આયોજિત મોરપીંછ એક્ઝિબિશન માટે પાઠવ્યું મોરબીની બેહનોને આમંત્રણ…જુઓ વિડિયો..