વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

- text


ગઈકાલે મારાથી જે શબ્દ બોલાયો તે બદલ કાન પકડી માફી માંગુ છું : રમેશભાઈ ઓઝા

મોરબીના માલધારી આગેવાને કથાકારના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું

મોરબી : મોરબીમાં ભાગવત કથા દરમિયાન ગઈકાલે કથાકાર રમેશભાઈ ઓઝાએ ગામના જોખમે અને ખર્ચે મફતનું દૂધ ખાવાનું બંધ કરો એવી ગૌપાલકો વિષે કરેલી ટિપ્પણી બાદ માલધારી સમાજમાં ઘેરા પડઘા પડતા આજે કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજની માફી માંગી છે.

ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ગઈકાલે મોરબીમાં આયોજિત ભાગવત કથામાં રસ્તે રખડતા ગૌમાતાને લઈને પણ આકરી અને તીખી કહી શકાય તેવી ટકોર કરી ગૌપાલકોને કરી કોઈના જોખમે અને કોઈના ખર્ચે દૂધ ન ખાવ નહિ તો કાનુડો માફ નહિ કરે કહી ગૌમાતાની સેવા કરવા અને રસ્તે રઝળતા નહિ છોડવા પર ભાર મૂકી ઢીકે ચડાવતા નંદી વિશે પણ ટકોર કરતા આજે મોરબીના માલધારી આગેવાન અને કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ કથાકારના આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

- text

બીજી તરફ આ વિવાદ વધુ ન વકરે તેવા હેતુથી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કથા દરમિયાન ગૌમાતાના પ્રસંગને વણી લઈ ગઈકાલે મારાથી જે શબ્દ બોલાયો તે બદલ કાન પકડી માલધારી માફી માંગુ છું તેમ જણાવી પ્રવર્તમાન સ્થિતિ અંગે સુચારુ ઉકેલ આવે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

- text