ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન, વળતર ચૂકવવા જિલ્લા ભાજપની સીએમને રજૂઆત

- text


 

મોરબી: જિલ્લાના મોરબી તથા માળીયા (મી.) તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવા અંગે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી અને માળિયા (મી.) તાલુકાના ગામડામાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે. ત્યારે તેનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તથા માળીયા (મી.) તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવાએ રજૂઆત કરી છે. સાથે જ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને મોરબી તાલુકાના આમરણ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત કરીને પાકની નુકસાની રૂબરૂમાં બતાવી છે.

- text

- text