હવે મોરબીનું ટેલેન્ટ વિશ્વસ્તરે ઉભરશે : મોરબીમાં શરૂ થશે સૌરાષ્ટ્રની સૌથી મોટી રિયલ ક્રિકેટ એકેડમી

 

  • ઘાસવાળા ગ્રાઉન્ડમાં અધધધ 20 પીચ હશે, સંપૂર્ણ ગ્રાઉન્ડ કેમેરાથી સજ્જ : નિષ્ણાંત કોચ દ્વારા અપાશે ટ્રેનિંગ

  • 20 સપ્ટેમ્બરથી એડમિશન પ્રક્રિયા શરૂ, 1 ઓક્ટોબરથી કોચિંગ કલાસનો પ્રારંભ થશે

  • આર્મીમાં ફરજ બજાવતા વાલીઓના સંતાનોને ફ્રીમાં ટ્રેનિંગ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીનું ટેલેન્ટ વિશ્વ સ્તરે પહોંચશે. કારણકે મોરબીમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી રિયલ ક્રિકેટ એકેડમી શરૂ થવા જઈ રહી છે. જ્યાં એક-બે નહિ પણ અધધધ 20 પીચ હશે. We believe in talent not moneyના સૂત્ર સાથે શરૂ થનાર આ એકેડમી મોરબીના ઉભરતા ખેલાડીઓની કારકિર્દી માટે દિશા સૂચક બનશે.

મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીની આગળ 1 ઓક્ટોબરથી રિયલ ક્રિકેટ એકેડમીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ એકેડમી સૌરાષ્ટ્રની સૌથી મોટી એકેડમી હશે. જેમાં 10 ટર્ફ વિકેટ, 6 એસ્ટ્રો ટર્ફ વિકેટ, 2 સિમેન્ટ ટર્ફ વિકેટ, 2 ગ્રાઉન્ડની ટર્ફ વિકેટ છે. આ એકેડમી સંપૂર્ણ રીતે કેમેરાથી સજ્જ હશે.

રિયલ ક્રિકેટ એકેડમી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આપણા દેશની સુરક્ષા કરતા આર્મીના જવાનોના સંતાનોને ફ્રીમાં ટ્રેનિંગ આપશે. આ એકેડમીનું મેનેજમેન્ટ વિશાલભાઈ ભીમાણી અને તેમની ટીમ કરી રહી છે. આ એકેડમીમાં 20 સપ્ટેમ્બરથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. વધુમાં અહીં કોઈ પર્સનલાઈઝ કોચિંગ નહિ, પણ દરેક બાળકો ઉપર એક જ સરખું ધ્યાન આપી ભેદભાવ વગર ગ્રુપ કોચિંગ આપવામાં આવશે. તમામ બાળકોના કૌશલ્યને નિખારવા બનતા પ્રયાસો કરાશે.

ક્રિકેટ ક્ષેત્રે રૂચિ ધરાવતા બાળકના વાલીઓને આ એકેડમીની મુલાકાત લેવા વિશાલભાઈ ભીમાણી ( મો.નં. 9099874002) તથા કેતનભાઇ દલસાણીયા ( મો.નં. 99983 13885)ની યાદીમાં જણાવ્યું છે.