‘આંદોલનની ચીમકીને પગલે માળીયામાં તાત્કાલિક રોડ રીપેર થયાનો ‘આપ’નો દાવો

- text


હાઇવેથી માળીયા મામલતદાર કચેરી સુધીનો રસ્તો અત્યંત ખરાબ હોય આમ આદમી પાર્ટીએ આપી હતી રસ્તા રોકની ચીમકી

માળીયા : માળીયા કચ્છ હાઇવેથી મામલતદાર કચેરી સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોય આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલનની ચીમકી ઉચ્ચારતા જ તંત્ર તાકીદે દોડતું થયું હતું અને તાત્કાલિક રોડ રીપેર કર્યો હોવાનો દાવો આમઆદમી પાર્ટીએ કર્યો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ હાઇવે થી મામલતદાર ઓફિસ સુધીના બિસ્માર રસ્તો રીપેર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ગઈકાલે રસ્તા ચક્કાજામની જાહેરાત કરી આવેદનપત્ર પાઠવવા જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે આજરોજ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, વિધાનસભા સંગઠન મંત્રી હાજીશાહેબ કટિયા, હીરાભાઈ કાનગઢ, જિલ્લા સંગઠન સહ મંત્રી જુનુસભાઈ જેડા, જિલ્લા યુવા સંગઠન મંત્રી જગદીશ ભરવાડ, તેમજ ગુલામભાઈ સહિત આમ આદમી પાર્ટી માળીયાના કાર્યકરો આવેદનપત્ર આપે તે પહેલા જ દ્વારા તંત્ર દ્વારા ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું આપ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text