ઉચી માંડલમાં વીજળી પડતા 10 પશુના મોત : પશુપાલકોને વળતર આપવા કલેકટરને રજૂઆત

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સોમવારે મોડી સાંજે આવેલા વરસાદની સાથે વીજળી પડી હતી જેના કારણે જુદા જુદા ચાર પશુપાલકોની કુલ 10 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેથી જે પશુપાલકોની ભેંસોના મોત થયા છે તે પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે તે માટે મોરબી જિલ્લા માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે

મોરબી જિલ્લામાં ત્રણ ચાર દિવસથી સાંજ પડતા ની સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જિલ્લાના આઠથી વધુ સ્થળો પર આકાશી વીજળી પડી હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે ગઈકાલે સોમવારે મોડી સાંજે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આકાશી વીજળી પડતા 10 ભેંસના મોત થયા હતા.

ત્યારે આજે પશુપાલકોને વળતર આપવા માટે મોરબી જિલ્લા માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ઉંચી માંડલ ગામના ખરાબા માં વરૂડી માતાજીના મંદિર સામે 10 ભેંસ ઉપર વીજળી પડેલ હોય જેથી એક ભેંસની કિંમત આશરે ૮૦ હજાર જેટલી છે તો ભેંસોના માલિક માલધારી છે અને તેઓ નું ગુજરાત પશુપાલન ઉપર જ ચાલતું હોય જેથી પશુપાલકોને યોગ્ય સહાય ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે

વિજળી પડવાના કારણે વાલાભાઈ રાજુભાઈની ત્રણ ભેંસ,વિજયભાઈ રાજુભાઈ ની ત્રણ ભેંસ,બેચરભાઈ ભલાભાઇ ની ત્રણ ભેંસ અને લાધાભાઈ ગાંડુભાઈની એક ભેંસ સહિત 10 ભેંસોના મૃત્યુ થયા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 

9537676276

- text