મોરબી જિલ્લાકક્ષાના કલામહાકુંભમાં મોટી બરાર સ્કૂલનો દબદબો

- text


મોરબી : કલા મહાકુંભમાં મોડેલ સ્કૂલ-મોટી બરારના વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધામાં અને ચિત્ર સ્પર્ધામાં મેંદાન માર્યું હતું.જે બદલ શાળા વતી શુભેચ્છા પાઠવેલ હતી.

નિબંધ લેખન સ્પર્ધામાં 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. જયારે ચિત્રસ્પર્ધામાં 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં ધોળકિયા વિશ્વા વિપુલભાઈ દ્વિતીય નંબરે વિજેતા થયેલ છે.શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text