ભાદરવો ભરપૂર : મોરબી જિલ્લાના 10માંથી 6 ડેમમાં ભરપૂર નવા નિરની આવક

- text


મચ્છુ-3 અને બંગાવડી ડેમ અગાઉથી ઓવરફ્લો, ડેમી-2 ડેમ 90 ટકા, મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 70 ટકા, મચ્છુ -1 ડેમ 70 ટકા ભરાયો

મોરબી : ભાદરવો ભરપૂર હોય તેમ મોરબી જિલ્લામાં 10માંથી 6 ડેમને એક જ રાતમાં છલકાવાની અણીએ પહોંચાડી દીધા છે. જેમાં બે ડેમ બંગાવડી અને મચ્છુ-3 તો અગાઉથી ઓવરફલો છે. જ્યારે ડેમી-2 ડેમ 90 ટકા, મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 70 ટકા, મચ્છુ -1 ડેમ 70 ટકા ભરાયો હોય હજુ પણ વરસદની શકયતા હોવાથી પૂરેપૂરી ભરાઈ જાય તેવી શકયતા છે. જે ચાર ડેમોમાં પાણી નથી આવ્યું તેવા ડેમમાં ઘોડાધ્રોઈ ડેમ 95 ટકા ભરેલો, ડેમી-3 85 ટકા ભરેલો તેમજ મચ્છુ-3 100 ટકા ભરેલો છે.બાકીના એક હળવદના બ્રાહ્મણી 2 ડેમમાં આવક ન થઈ હોવાની સાથે સાથે ખુબ જ ઓછા ભરેલો છે.

મોરબી જિલ્લામાં અને ઉપરવાસમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડતાં જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં મચ્છુ-1, મચ્છુ-2, બંગાવડી, બ્રાહ્મણી-1 ડેમ, ડેમી-1 એમ આ છ ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે જે ચાર ડેમોમાં પાણી નથી આવ્યું તેવા ડેમમાં ઘોડાધ્રોઈ ડેમ 95 ટકા ભરેલો, ડેમી-3 85 ટકા ભરેલો તેમજ મચ્છુ-3 100 ટકા ભરેલો છે.બાકીના એક હળવદના બ્રાહ્મણી 2 ડેમમાં આવક ન થઈ હોવાની સાથે સાથે ખુબ જ ઓછા ભરેલો છે.

જિલ્લા સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં નવા 0.52 ફૂટ પાણીની આવક અને 30 મિમી, 69.25 ટકા ભરેલો તેમજ વાંકાનેરનો મચ્છુ-1 ડેમમાં નવા 0.43 ફૂટ પાણીનો વધારો, 30 મિમી વરસાદ સાથે આ ડેમ 70, 53 ટકા ભરેલો છે. ટંકારાનો ડેમી-1 ડેમમાં 0.59 ફૂટ નવા નિરની આવક અને 35મિમી વરસાદ સાથે 64.95 ટકા ભરેલો તેમજ ટંકારાનો ડેમી-2 ડેમમાં 0.16 ફૂટ નવા નિરની આવક અને 10 મિમી વરસાદ સાથે આ ડેમ 90.51 ટકા ભરાયો છે. જ્યારે ઘોડાધ્રોઈ ડેમ આવક નિલ હોય પણ 10 મિમી વરસાદ સાથે આ ડેમ 95.86 ટકા અગાઉથી ભરેલો છે.

- text

ટંકારાના બંગાવડી ડેમમાં 0.49 ફૂટ નવા નિરની આવક અને વરસાદ 25 મિમી સાથે 100 ટકા ડેમ ભરાતા હાલ 0.01 મીટરે ઓવરફ્લો છે. જ્યારે બ્રાહ્મણી-1 ડેમમાં 0.10 ફૂટ નવા નીર સાથે આ ડેમ 30.58 ટકા ભરાયો છે. જ્યારે બ્રાહ્મણી-2 ડેમમાં આવક નિલ પણ વરસાદ 20 મિમી સાથે 49.47 ટકા ભરેલો, મચ્છુ-3 આવક નિલ હોય પણ વરસાદ 15 મિમી સાથે અગાઉથી 100 ટકા ભરેલો હોય હાલ આ ડેમનો 1 દરવાજો 0.075 મીટરે ખુલ્લો છે. જ્યારે ડેમી-3 આવક નિલ પણ વરસાદ 20 મિમી, 85.31 ટકા ભરાયેલો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text