વાંકાનેર હાઇવે ઉપર જકાતનાકા નજીક ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ક્લીનરનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ગંભીર ઇજાઓ થતા ક્લીનરનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચાલકને ઇજા પહોંચી હતી.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ટ્રક નંબર જીજે-૧૨-એ.યુ-૭૯૬૭ના ચાલક પ્રહલાદભાઇ સોનજીભાઇ પરમાર રહે.લોદરા ઠાકોર વાસ તા.સાંથલપુર તા.પાટણ વાળાએ પુરઝડપે બેફીકરાઇથી ટ્રક ચલાવી આગળ ઉભેલ ટેલર નં-જીજે-૩૬-ટી-૮૯૩૦ના ઠાઠા સાથે ભટકાડતા ટ્રકમા બેઠેલ કલીનર રોહિતભાઈને શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું અને ટ્રક ચાલકને પણ ગંભીર ઇજા થવા પામી હતી.

અકસ્માતની આ ઘટના અંગે કચ્છના માધાપર નવાવાસ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર કાનજીભાઇ વિશ્રામભાઇ સેંઘાણીએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text