વાંકાનેરના વીસીપરા ગોડાઉન પાછળ જુગાર રમતા પાંચ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે અહીંના વીસીપરા ગોડાઉન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ભાવેશભાઇ હસુભાઇ સોલંકી, અનિલભાઇ કાંતીભાઇ ડાભી, ગોવિંદભાઇ જેન્તીભાઇ ડાભી, પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા અને પ્રદિપસિંહ દિલુભા જાડેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,460 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text